અહીં કેટલીક એવી બાબતો વિશે માહિતી આપવામાં આવી છે જે નોકરીમાં લાગ્યા બાદ ખાસ ધ્યાનમાં લેવા જેવી હોય છે.
- તમારો સામાન મેળવો
આપે તમારી ટીચર ડાયરી એટલે કે રોજનીશી તેમજ તમને ફાળવવામાં આવેલ વર્ગખંડના હાજરી પત્રક, અપાયેલ છે કબાટ માં કેટલો સામાન છે તમારા હસ્તક કેટલી વસ્તુઓ છે એ માહિતી મેળવવી. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત લેપટોપ આપવામાં આવેલું હોય તો તમારા વર્ગખંડના લેપટોપમાં જરૂરી સોફ્ટવેર ચકાસી જોવા. એક્સેલ અને માઈક્રોસોફ્ટ વર્ડ ની ભવિષ્યમાં જરૂર પડી શકે..
2. બાળકોને શાળાના વાતાવરણને ઓળખો
બાળકોને સામાન્ય પ્રશ્નો પૂછવા સૌપ્રથમ બાળકો સાથે પરિચય કેળવવો. શક્ય હોય તે જલ્દી વિદ્યા ના નામ યાદ રાખવા તેમજ બાળકો સાથે નામ સાથે સંબોધન કરવું.. જેથી બાળક સાથે આત્મ્યતા કેળવાય તેમ જ ” સાહેબને મારું નામ ખબર છે” આ લાગણી પણ બાળકો માટે ખૂબ જ જરૂરી હોય છે.
સૌથી મહત્વની વાત એ કે સ્થાનિક પરિસ્થિતિને સમજો સિનિયર શિક્ષકનું માર્ગદર્શન ખૂબ જ જરૂરી છે
3. બાળકોને ઓળખવા માટે ટેસ્ટ લો.
A) વાંચન લેખન ગણનની ટેસ્ટ
હાલના તબક્કામાં સૌથી વધારે પ્રાધાન્ય આપવાથી બાબત બાળકોની વાંચન ગણન લેખન ની ક્ષમતા વધારવાનું હોવાથી તે અંગે ખાસ ધ્યાન આપવું
B ) SWOT એનાલિસિસ કરો
સપોર્ટ એનાલિસિસ કરવાથી કયા બાળકને કઈ રીતે ભણાવવું જોઈએ તે અંગેનું શિક્ષક માર્ગદર્શન મેળવી શકે છે..
SWOT એનાલિસિસ દ્વારા બાળકની ક્ષમતા જાણી તેની ક્ષમતા મુજબ કાર્ય કરી શકાય છે
4. વહીવટી જાણકારી મેળવો
આપ શ્રી ની પ્રાથમિક શાળામાં ક્લાર્ક નહીં હોય આપનું કાર્ય મોટા ભાગનું આપને જાતે જ કરવાનું છે, જેમાં શાળાના આચાર્ય તેમજ વૃક્ષના ચરણો સહયોગ રહેશે.
આપે આપનો વર્ગખંડને લગતા જરૂરી ડોક્યુમેન્ટેશન અને ફાઈલ તૈયાર રાખવાની રહેશે
5. એકપાત્રનું ..”સાહેબ/ બેનનું ” નિર્માણ કરો.
આ નવા સાહેબ કે નવા બેન જે આવ્યા છે તેમના વ્યક્તિગત ગુણધર્મો ખૂબ જ મહત્વના છે. એમ કે સાહેબ વ્યસન નહીં કરતા સાહેબ બહારનું ખુલ્લું ભોજન નહીં જમતા. વિદ્યાર્થીઓ માટે તમે રોલ મોડલ બનવાના છો એવા સમયે શરૂઆતથી જ તમારે જે છાપ પડશે તેનાથી શિસ્ત બાબતે ઘણો ફરક પડશે. આદર્શ લક્ષણો ધરાવતો શિક્ષક વિદ્યાર્થીને વાલીઓમાં ખૂબ જ સન્માન પામે છે. આપના કાર્યનું બાળકો અનુક્રમ કરવાનો છે. આ લખનાર હું પોતે બાઈક રાઇટીંગનો શોખ ધરાવું છું. મે કચ્છથી લદાખ સુધી બાઈક રાઈડ કરેલી છે, અને આજે મારા ઘણા વિદ્યાર્થીઓ મારી જેમ બાઈક રાઈડર બનવા માંગે છે.
આપજે પાત્રનું નિર્માણ કરશો તેને આખું જીવન ભજવવાનું છે.
અહીં આપેલા મારા વિચારો અંગત છે. છેલ્લા દસ વર્ષની શિક્ષણ કાર્યની કારકિર્દીમાં શીખેલી બાબતોને રજુ કરું છું. સતત શીખતા રહો તે શુભેચ્છાઓ..

