
*કટ્ટર : એક સારી ક્વોલિટીનું કટર tlm બનાવવા અને પ્રોજેક્ટ કાર્યમાં મદદરૂપ થાય છે, દિવસમાં ઘણી વખત કટરનો ઉપયોગ થઈ પડશે. યાદ રહે કટર સારી ક્વોલિટીનો યુઝ કરવું પણ તેની સાથે આવતી એકસ્ટ્રા બ્લેડ પણ લેવી.. કટર યુઝ કરતી વખતે સાચવેથી રાખવી જેથી નુકસાન ન થાય.*
*કટીંગ મેટ. આમ તો સામાન્ય લાગતી આ નેટ ખૂબ જ જરૂરી છે, તેનાથી તમારા ટેબલ અને સપાટીને રક્ષણ મળે છે. સૌથી મહત્વની વસ્તુ એ પણ છે કે કટરની બ્લેડ પણ ઘસાતી નથી. આજકાલ મળતી આવી કટીંગમેટ સેલ્ફહીલિંગ કટીંગ નેટ હોય છે. કામ કર્યા બાદ તેમાં ચિરા જોવા મળતા નથી. તેમાં આવતી લાઈન અને સેન્ટીમીટર માં આપેલા માપના કારણે થોડી થોડી વારે ફૂટપટ્ટી ની જરૂર રહેતી નથી. જેને બેલ્ટ ઇન મેજરમેન્ટ ગ્રીડ કહે છે. આવી કટીંગ મેટ વડે પ્રોજેક્ટ કાર્ય કરવા સહેલા રહે છે..*
ટ્રાઈપોડ શાળામાં થતી શૈક્ષણિક પ્રવૃત્તિનો ફોટોગ્રાફી તેમજ વિડીયોગ્રાફી કરવા માટે ટ્રાયપોડ ખૂબ કામમાં આવે છે. આજના સમયમાં ટ્રાઇપોડ નો વપરાશ વધ્યો છે. કોઈ શૈક્ષણિક પ્રવૃત્તિ કરતી વખતે વિદ્યાર્થીઓ પાસે ફોટા પડાવવા કરતા પોતાના સેટઅપ સાથે અને ટ્રાયપોડ સાથે ફોટા ક્લિક કરવા સહેલા પડશે. બ્લુટુથ ફોટો બટન દૂર રહીને જ ફોટો પાડી શકાય છે જેનાથી કામ સરળ પડે છે.
કટ માર્કર પેન : ચાર્ટમાં નામ લખતી વખતે ખૂબ જ જરૂરી, પ્રોજેક્ટ કામ કરતી વખતે તેમજ ટીલેમ બનાવતી વખતે મરોડદાર લક્ષણ લખવા માટે ખૂબ જ કામમાં લાગતી આ પેન શિક્ષક માટે જરૂરી છે. તેમના દ્વારા વિદ્યાર્થીના ચોપડામાં નામ લખવા પણ સહેલા રહે.*
*ગ્લુ ગન : કાફ્ટિંગ અને પ્રોજેક્ટ કાર્યને ખૂબ જ ઝડપી કરવા માટે અગત્યનું સાધન. તેને વાપરવી ખૂબ જ સહેલી છે, અને જલ્દી સુકાઈ જવાના કારણે કામ પણ ઝડપથી થાય છે. ઉપયોગ કરતી વખતે થોડી સાવચેતી રાખવી..*
*કેટલી જગ્યાએ કામમાં લાગી શકે એ માટે નીચે આપેલ વિડીયો આપ જોઈ શકો છો..*
પેન ડ્રાઈવ : અત્યંત જરૂરી અને મહત્વનું સાધન એટલે પેન ડ્રાઈવ, આપ શ્રી સ્માર્ટ ટીવીનો ઉપયોગ કરતા જ હશો. ઘણી વખત નેટ ધીમો હોવાના કારણે કામ અટકી જાય છે.
આ સમયે પોતાનો ડેટા પેન ડ્રાઈવ માં સાથે હોવાથી તમે ઇન્ટરનેટ વગર પણ કામ કરી શકો છો. વીડીયો પીપીટી એનિમેશન વગેરે ટ્રાન્સફર કરવા માટે ખૂબ જ જરૂરી.
લોગિન, એપ, Wi-Fi જોડવાની ઝંઝટ નહીં
➡️ સમય બચે, ક્લાસ કંટ્રોલમાં રહે.
ડાયરી. (તાલીમ, શિક્ષણ અને અગત્યની માહિતી ટકાવવા માટે)
ડિજિટલ યુગમાં પણ એક સારી કોલેટી ની ડાયરી શિક્ષક માટે અતિ મહત્વપૂર્ણ સાધન છે. લખાણ દ્વારા વિચાર ગોઠવાય છે, યાદશક્તિ મજબૂત બને છે અને અનુભવ લાંબા સમય સુધી ટકી રહે છે.
સમગ્ર વર્ષ દરમિયાન લીધેલી તાલીમની માહિતી ઉમેરી શકાય.. તાલીન્દ્રિયન મહત્વના મુદ્દાઓ અને શીખેલી બાબતો એક ડાયરીમાં યોગ્ય જગ્યાએ સચવાય એ મહત્વનું છે… ડાયરીમાં મહત્વના નંબર પણ તમે નોંધી શકો.. નોકરી દરમિયાન બનાવેલી ડાયરી અગત્યની માહિતીઓ વખતે ખૂબ જ કામ લાગી શકે..
રોલર રૂલર. અહીં દેખાતી ફૂટપટી ખૂબ જ સારી અને કામ લાગે એવી છે. પ્રોજેક્ટ કાર્ય દરમિયાન તેમજ ચાપ લગતી વખતે સમાંતર રેખાઓ દોરવા માટે જરૂરી. ખાસ કરીને વિવિધ ચિત્ર એટલે કે વોલ પેઇન્ટિંગ કરતી વખતે ખૂબ કામમાં લાગતું ટુલ્સ..
લાલ બોલપેન :
જો આપ શિક્ષક છો અને આ લેખ વાંચી રહ્યા છો તો લાલ પેન વિશે કશું કહેવાની જરૂર નથી. છતાંય લખવાની ઈચ્છા થાય છે એટલે..
” શિક્ષક જ્યારે સાંજના મંદ પ્રકાશમાં વિદ્યાર્થીઓની કોપીઓ ચકાસે છે, ત્યારે તે માત્ર નંબર આપતા નથી – તેઓ ભવિષ્ય ઘડે છે. લાલ પેનની દરેક રેખા વિદ્યાર્થીના માર્ગને સાફ કરે છે, જેમ માળી કાંટા કાઢીને ફૂલોને ખીલવાનો માર્ગ આપે છે. “
અહીં મારી ગમતી લાલ પેન આપી છે.. દસ વર્ષમાં ઘણી પેન ઉપયોગમાં લીધી. પણ અહીં ફોટોમાં દેખાતી પેન્ટલ જેલ ખુબ જ સારી આવે છે ઉપયોગ કરવા જેવી.અથવા લેજન્ડ કહી શકાતી અને સૌથી વધુ વપરાતી પેનનો ફોટો નીચે આપ્યો છે..આપ સૌને યોગ્ય લાગે તો ઉપર્યુક્ત વસ્તુ માટે કોઈપણ વસ્તુ ખરીદી શકો છો. જેનાથી અધ્યાપન કાર્ય સરળ બનાવી શકાય

