આપ સૌ જાણો છો કે હાલના વિકસી રહેલા યુગમાં ટેકનોલોજીની સાથે ચાલવું પડે છે, અહીં આપણે વાંચન લેખન અને ગણન માટે જે સાહિત્ય બાળકને પૂરું પાડવાનું હોય છે તે બનાવવા માટેના તૈયાર AI prompt આપેલા છે
આપેલી માહિતીને આપ google Gemini કે પછી chatgpt માં મોકલીને જરૂરી સામગ્રી મેળવી શકો છો.
નીચે આપેલા promt ને કોપી કરો
ગુજરાતી વિષય માટેના AI prompt
હું એક ગુજરાતી ભાષાના શિક્ષક તરીકે વર્કશીટ તૈયાર કરવી છે.
ધોરણ 6 થી 8 માટે વાંચન કૌશલ્ય વર્કશીટ બનાવો.
સમાવેશ કરો:
• 120–150 શબ્દોનું અર્થસભર પાઠ્યપત્ર
• 10 પ્રશ્નો – 5 બહુવિકલ્પી, 3 લઘુત્તર, 2 શબ્દાર્થ/પર્યાયવાચી
• અંતે સંપૂર્ણ જવાબમાળા આપો
ભાષા સહેલી અને વિદ્યાર્થીઓને સમજાય તેવી હોવી જોઈએ. ગુજરાતી ભાષામાં ભાષાશુદ્ધિ સાથે વ્યાકરણની ભૂલ વગર.
ગુજરાતી વિષય માટેના AI prompt
ધોરણ 6 થી 8 માટે એકીકૃત ભાષા વર્કશીટ બનાવો.
સમાવેશ કરો:
• 100–120 શબ્દોનું વાંચન મટીરીયલ
• 5 સમજ પરીક્ષણ પ્રશ્નો
• 1 અનુચ્છેદ લેખન કાર્ય
• મૌલિક ચિંતન આધારિત લેખન કાર્ય
• 10 વ્યાકરણના પ્રશ્નો (વિદ્યાર્થી-મૈત્રીપૂર્ણ)
• અંતે તમામ જવાબો આપો.
ભાષા સરળ, સ્પષ્ટ અને વિદ્યાર્થીઓની કક્ષા ધોરણ છ થી આઠ ના બાળકો મુજબ હોવી જોઈએ
ગણિત વિષય માટે AI prompt
હું ધોરણ 6 થી 8 માટે ગણિતના કોયડાઓ તૈયાર કરવા માંગું છું.
ગુજરાતી ભાષામાં 20 રસપ્રદ અને સહેલા એવા કોયડા બનાવો, જેમાં
સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની પ્રક્રિયા આવતી હોય.
કોયડાની ગોઠવણ:
• પહેલા તમામ કોયડા પ્રશ્નપત્રના સ્વરૂપે આપો
• ત્યારબાદ અલગ વિભાગમાં સંપૂર્ણ અને સ્પષ્ટ જવાબો આપો
• ભાષા સરળ, રસપ્રદ અને વ્યાકરણની કોઈ ભૂલ વગર હોવી જોઈએ
