🎨

કલા શું છે?

🖌️ચિત્રકલાPainting
🎵સંગીતMusic
💃નૃત્યDance
🎭નાટ્યDrama
🗿શિલ્પSculpture

કલા એટલે ભાવનાઓ, વિચાર અને કલ્પનાઓને વ્યક્ત કરવાની રીત. શાસ્ત્રો અને પ્રાચીન ગ્રંથો મુજબ ભારતીય સંસ્કૃતિમાં ૬૪ કળાઓનો ઉલ્લેખ છે, જે મનુષ્યના સર્વાંગી વિકાસ માટે જરૂરી માનવામાં આવે છે. આ કળાઓમાં ગીત, નૃત્ય, ચિત્રકામ, શિલ્પકલા, રસોઈકળા, અને સાહિત્ય જેવી વિવિધ વિદ્યાઓનો સમાવેશ થાય છે.

“કલા એ આત્મા પરથી દૈનિક જીવનની ધૂળ ધોઈ નાખે છે.”

— પાબ્લો પિકાસો

કલા એ માત્ર ચિત્રકામ કે સંગીત નથી, પરંતુ તે માનવીય લાગણીઓ, સંસ્કૃતિ અને ઈતિહાસને અભિવ્યક્ત કરવાનું સશક્ત માધ્યમ છે. દર વર્ષે ૧૫ એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ કલા દિવસ’ (World Art Day) ઉજવવામાં આવે છે.

🌍

શા માટે ઉજવવામાં આવે છે?

વિશ્વ કલા દિવસ ઉજવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય કલા પ્રત્યે જાગૃતિ લાવવી અને કલાકારોને પ્રોત્સાહન આપવાનો છે. આ દિવસ લોકોમાં સર્જનાત્મકતા ખીલવવા અને વિશ્વભરની વિવિધ સંસ્કૃતિઓને એકબીજાની નજીક લાવવા માટે ઉજવવામાં આવે છે.

આજના AI ના આ જમાનામાં કલા સમાજમાં શાંતિ, બંધુત્વ અને સમાનતા લાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. દિવસે દિવસે લોકો કલાથી દૂર પણ થતા જાય છે — એ પણ સત્ય છે.

🖼️

વૈશ્વિક કારણ અને Leonardo da Vinci

૧૫ એપ્રિલની પસંદગી કરવા પાછળ એક વિશેષ ઐતિહાસિક કારણ છે. આ દિવસે વિશ્વના મહાન કલાકાર Leonardo da Vinciનો જન્મ દિવસ (1452) છે. તેઓ માત્ર એક ચિત્રકાર જ નહીં, પરંતુ શિલ્પકાર, સંશોધક અને ગણિતશાસ્ત્રી પણ હતા. તેમની બહુમુખી પ્રતિભાને સન્માન આપવા આ દિવસ પસંદ કરવામાં આવ્યો છે.

📜

કઈ રીતે માન્યતા મળી?

IAA — પ્રસ્તાવ
International Association of Art (IAA) દ્વારા વિશ્વ કલા દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો.
2012 — પ્રથમ ઉજવણી
સૌ પ્રથમ વખત ‘વિશ્વ કલા દિવસ’ ઉજવવામાં આવ્યો.
2019 — UNESCO સ્વીકૃતિ
UNESCO ની જનરલ કોન્ફરન્સમાં સત્તાવાર રીતે ‘World Art Day’ જાહેર — ત્યારથી વૈશ્વિક સ્તરે માન્ય ઉત્સવ.
💡 રસપ્રદ વાત
International Association of Art (IAA) UNESCO સાથે સીધી જોડાયેલી સંસ્થા છે. IAA ના 180 થી વધુ દેશ સભ્ય છે.
🇮🇳

ભારતમાં કલા અને સાંસ્કૃતિક વારસો

ભારત માટે કલા એ જીવનશૈલી છે. અજંતા-ઈલોરાની ગુફાઓ, મધુબની પેઇન્ટિંગ, ગુજરાતની પટ્ટ ચિત્ર — ભારતનો કલા વારસો અત્યંત સમૃદ્ધ છે. ભારતમાં આ દિવસે વિવિધ આર્ટ ગેલેરીઓ, શાળાઓ અને સંસ્થાઓ દ્વારા પ્રદર્શનો અને કાર્યશાળાઓ યોજવામાં આવે છે, જે નવી પેઢીને ભારતીય કલા સાથે જોડે છે.

ભારત સરકાર · શિક્ષણ મંત્રાલય

🎭 કલા ઉત્સવ — સુષુપ્ત શક્તિઓને વાચા

  • સુષુપ્ત કલા ઉજાગર: દરેક વિદ્યાર્થીની છુપાયેલી પ્રતિભા બહાર લાવવા સ્ટેજ પૂરું પાડવામાં આવે છે.
  • વિવિધ સ્પર્ધાઓ: સંગીત (ગાયન-વાદન), નૃત્ય, ચિત્રકામ-શિલ્પ, નાટક — અનેક કેટેગરી.
  • સાંસ્કૃતિક ગૌરવ: સ્થાનિક અને રાષ્ટ્રીય કલા સંસ્કૃતિ — દેશભક્તિ અને ગૌરવ કેળવાય.
🏫

વિદ્યાર્થીઓ સાથે ઉજવણી

તમે તમારા વિદ્યાર્થીઓ સાથે આ રીતે ઉજવી શકો:

🎨Drawing competition
♻️Best out of waste activity
🌍Poster making on “Save Nature”
🎤Famous artist વિશે Presentation
🌸Rangoli અથવા Craft work
🎭Short drama / skit
💭

કલા ઉત્સવ – સુષુપ્ત શક્તિઓને વાચા

સરકાર દ્વારા ‘કલા ઉત્સવ’: સુષુપ્ત શક્તિઓને વાચા

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા દર વર્ષે ‘કલા ઉત્સવ’નું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ પાછળના મુખ્ય પાસાઓ નીચે મુજબ છે:

  • સુષુપ્ત કલાને ઉજાગર કરવી: દરેક વિદ્યાર્થીમાં કોઈને કોઈ કલા છુપાયેલી હોય છે. કલા ઉત્સવ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેજ પૂરું પાડવામાં આવે છે જેથી તેઓની છુપાયેલી પ્રતિભા બહાર આવે.
  • વિવિધ સ્પર્ધાઓ: આ ઉત્સવમાં સંગીત (ગાયન-વાદન), નૃત્ય, દ્રશ્ય કલા (ચિત્રકામ-શિલ્પકામ) અને નાટક જેવી વિવિધ કેટેગરીમાં સ્પર્ધાઓ યોજાય છે.
  • સાંસ્કૃતિક ગૌરવ: આનાથી વિદ્યાર્થીઓ પોતાની સ્થાનિક અને રાષ્ટ્રીય કલા સંસ્કૃતિથી પરિચિત થાય છે અને તેમનામાં દેશભક્તિ અને સાંસ્કૃતિક ગૌરવની ભાવના કેળવાય છે.

🎨 ઉપસંહાર

વિશ્વ કલા દિવસ એ માત્ર કલાકારો માટેનો જ દિવસ નથી, પરંતુ તે દરેક વ્યક્તિ માટે પોતાની અંદરના સર્જકને ઓળખવાનો દિવસ છે.

નખત્રાણા તાલુકા કક્ષા કલા ઉત્સવ વખતે મેં એક વિરલ દ્રશ્ય જોયું હતું. 7 થી 8 બાળકો એક સાથે એક જ તાલમાં ઢોલ વગાડી રહ્યા હતા, અને તેની આજુબાજુ કચ્છના બાળકો કચ્છી વાવળ રમી રહ્યા હતા. કલાની ખાસિયત જ આ છે — એ સંસ્કૃતિને જાળવે છે અને લોકોને એકસાથે જોડે છે.

“What is this earth without art? Just a rock”

સાચે જ, કળા વગર પૃથ્વી એકમાત્ર પથ્થર જ છે…

✨ Happy World Art Day ✨